Graphic Designing

graphicd
ગ્રાફિક્સ ડિઝાઇન
ગ્રાફિક્સ ડિઝાઇન શું છે ?
           આજના કોમ્પિટિશન સમયમાં દરેક ઉદ્યોગ – ધંધા માટે એડવર્ટાઈઝમેન્ટ એ ખુબજ જરૂરી છે તથા વસ્તુ – પ્રોડક્ટના પેકિંગની ડિઝાઇન પણ ખુબજ જરૂરી છે . આપને રસ્તા ઉપર તથા જાહેર સ્થળો ઉપર જોવા મળતા હોર્ડિંગ્સ , બેનર , પોસ્ટર , તેમજ સોશ્યલ મીડિયામાં ડીઝીટલ પોસ્ટ , એડ્વર્ટાઇઝ જોઈએ છીએ તેમાં આપણને સ્ટાઈલિશ અક્ષરો , સ્ટાઈલિશ ઇમેજ , કલર કોમ્બિનેશન હોય છે . તે એક ગ્રાફિક્સ ડિઝાઇન છે . આમ તો આપણે દરેક એવી ડિઝાઇન વધારે પસંદ કરીએ છીએ કે જે આપણે વારંવાર જોવી ગમે છે  અથવા તો , તેના વિશે વધારે વિચારીએ છીએ તો , આ ડિઝાઇનજ ગ્રાફિક્સ ડિઝાઇન છે .
ગ્રાફિક્સ ડિઝાઈનનું મહત્વ : –
આજના કોમ્પિટિશનના સમયમાં દરેક ઉદ્યોગ – ધંધા ને માર્કેટમાં ટકી રહેવા માટે તેમજ માર્કેટમાં કંપનીનો હિસ્સો ( વેચાણ ) વધારવા માટે એડ્વર્ટાઇઝ કરવી ખુબજ જરૂરી છે અને એડ્વર્ટાઇઝની માટે ગ્રાફિક્સ ડિઝાઈનની જરૂર પડે છે . દરેક નાની – મોટી કંપની ને પોતાના વિકાસ માટે લોકોને આકર્ષવા માટે એડ્વર્ટાઇઝની ડિઝાઈન માટે સારા ગ્રાફિક્સ ડિઝાઈનરની જરૂરિયાત રહે છે .
ગ્રાફિક્સ ડિઝાઈનનું  ભવિષ્ય :-
ગ્રાફિક્સ ડિઝાઈન એ ઝડપથી વિકાસ પામતું અને રોજગારલક્ષી ઇન્ડસ્ટ્રી છે . જે આજના તેમજ ભવિષ્યમાં માર્કેટિંગ માટે દરેક ઉદ્યોગ – ધંધા માં ખુબજ જરૂરી છે .
ગ્રાફિક્સ ડિઝાઈન કોર્સ ની માહિતી :-  
ગ્રાફિક્સ ડિઝાઈનીંગ એ એક એવું ક્ષેત્ર છે કે , જેને ઘણા લોકો પસંદ કરે છે . પણ હા , આપણે જેટલું ગ્રાફિક્સ ડિઝાઇનના વિશે વિચારીએ છીએ તેના કરતા તે ખુબજ આગળ છે . ગ્રાફિક્સ ડિઝાઇન એક કાલા નું ક્ષેત્ર છે , એટલા માટે આ કોર્ષ એવા લોકો માટે બિલકુલ ઉપયોગી છે જેને આર્ટ્સ (કળા) આવડે છે , તેવા લોકો માટે ગ્રાફિક્સ ડિઝાઈનીંગ કોર્ષ સુરક્ષિત ક્ષેત્ર છે. ગ્રાફિક્સ ડિઝાઇનને કોમ્યુનિકેશન ડિઝાઇન પણ કહી શકાય છે . આમ તો તેનું નામ અને કામ ઘણું છે પણ તેમાં આઈડિયાનું પ્લાનિંગ , પ્રોજેકટિંગ , વિઝ્યુઅલ ક્લેરિટી ,ટેક્સ કન્ટેન્ટ અને કલર કોમ્બિનેશન હોવું એ એક ગ્રાફિક્સ ડિઝાઇન છે . બીજા શબ્દોમાં કહીએ તો , ઇમેજ , શબ્દ ,સાઈઝ , અને કલર કોમ્બિનેશનનો ઉપયોગ કરીને કોઈપણ મેસેજ ને ડિઝાઇન દ્વારા વ્યક્ત કરવાનું એક માધ્યમ છે . જેને આપણે ગ્રાફિક્સ ડિઝાઇન કહીએ છીએ .
 
ગ્રાફિક્સ ડિઝાઈનરની ખાસિયત :-
ગ્રાફિક્સ ડિઝાઈન એ ખુબજ અગત્યનું કામ છે . જેના માટે તમારા પાસે ક્રિએટિવ આઈડિયા હોવા ખુબ જરૂરી છે . એટલા માટેજ કહેવાય છે કે , ક્રિએટિવિટી ગ્રાફિક્સ ડિઝાઈનની પહેલી જરૂરિયાત છે , અને તેના સિવાય ઉદ્યોગોના ટ્રેન્ડની સારી જાણકારી હોવી લાભકારક છે .
ગ્રાફિક્સ ડિઝાઈન ના ફંકશન :-
આમ તો , ગ્રાફિક્સ ડિઝાઇનના ઘણા બધા ફંક્શન હોય છે . અને તેના અલગ અલગ નામ પણ હોઈ છે . આવા થોડા પરિચિત નામ નીચે આપેલા છે .જેમાં ગ્રાફિક્સ ડિઝાઇનનો ઉપયોગ વધુ જોવા મળે છે .જેવા કે ,સાઈન બોર્ડ , હોર્ડિંગ્સ , પેકેજીંગ , ઓનલાઇન બેનર ,સોશિયલ મીડિયા માં જોવા મળતી પોસ્ટ , ડિજિટલ માર્કેટિંગ માટેની ડિઝાઇન, ગ્રીટિંગ્સ કાર્ડ , બર્થડે કાર્ડ ,વિઝિટિંગ કાર્ડ વગેરે .
ઉપસંહાર :-
ગ્રાફિક્સ ડિઝાઇન કોર્ષ એ શોર્ટ ટર્મ ( ટૂંકા ગાળા) નો કોર્ષ છે અને તે રોજગારી મેળવવા માટેનો ઉપયોગી કોર્ષ છે તો , આમ આ કોર્ષ રોજગારી મેળવવા માંગતા વ્યક્તિને ” આત્મનિર્ભર “ બનાવી શકે છે .
ABC કોમ્પ્યુટર એજ્યુકેશન, ગંગા જમુના કોમ્પલેક્ષ, કતારગામ પોલીસ સ્ટેશનની પાછળ, કતારગામ, સુરત.