C-Language

c
C – લેન્ગવેજ
C – લેન્ગવેજ શું છે ?
           C- લેન્ગવેજ એ સોફ્ટવેરની પ્રોસેસ માટેની પોગ્રામિંગ લેન્ગવેજ છે . જો તમે સોફ્ટવેર ક્ષેત્રમાં જોડાવા માંગો છો તો , તમને સૌપ્રથમ C – લેન્ગવેજ શીખવવામાં આવે છે . અથવા તો પછી , કોઈપણ પ્રોફેશનલ કોર્ષ જેવાકે , BCA , B.Sc. (IT ), Computer Engineering વગેરે માં તમને સૌપ્રથમ સી – પોગ્રામિંગ લેન્ગવેજ શીખવવામાં આવેછે . શું તમે જાણો છો કે C – પોગ્રામિંગ શું છે અને શરૂઆતના તબક્કમાં શા માટે શીખવવામાં આવે છે ? આ પોસ્ટમાં હું તમને આણવી વિશે જણાવીશ . આ બ્લોગ માં C – પોગ્રામિંગ લેન્ગવેજ ના દરેક ટ્યુટોરીઅલ પોગ્રામ ની સાથે ખુબજ વિગતવાર માહિતી આપીશ જેનાથી , બિગિનર્સ ( જે સોફ્ટવેર ક્ષેત્રમાં એન્ટ્રી લેવલ પાર છે ) અને પ્રોફેશનલ સોફ્ટવેર ક્ષેત્રમાં જોડાવા માંગતા દરેક વિદ્યાર્થીને ખુબજ મદદરૂપ થશે .
C – લેન્ગવેજ એક જનરલ પરપઝ પોગ્રામિંગ લેન્ગવેજ છે . જેને ઇસ . ૧૯૭૨ માં Deniss Ritchie ના દ્રારા ડેવલપ કરવામાં આવી હતી . યુનિક્સ ( UNIX ) ઓપરેટિંગ સિસ્ટમને ડેવલોપ કરવા માટે C – પોગ્રામિંગ લેન્ગવેજને બનાવવામાં આવી હતી .
C – લેન્ગવેજ સિસ્ટમ એપ્લીકશન બનાવવા માટે ડેવલોપ કરી હતી , જોકે, DIRECTLY HARDWERE DEVICES જેવા કે , Kernnels , Drivers વિગેરેની સાથે આસાનીથી Interact કરી શકે છે .
C – પોગ્રામિંગ લેન્ગવેજ ને દરેક પોગ્રામિંગ લેન્ગવેજનો આધાર માનવામાં આવે છે . કારણકે , આમાં દરેક SYNTAX ( વાક્ય રચના ) ખુબજ સરળ અને સહેલા હોય છે અને દરેક પોગ્રામિંગ લેન્ગવેજ ને ડેવલપ કરવામા C – પોગ્રામિંગ લેન્ગવેજનો ઉપયોગ કરવામાં આવ્યો હોય છે . આજ કારણ થી C – પોગ્રામિંગ લેન્ગવેજ ને શરૂઆતમાં શીખવવામાં આવે છે
Procedural Language શું હોય છે ?
Procedural લેન્ગવેજ એક પ્રકારની કોમ્પ્યુટર પોગ્રામીંગ લેન્ગવેજ હોય છે જેમ કે , એક પોગ્રામ લખવા માટે Well – Structured Steps ના ક્રમ નક્કી કરે છે . બીજા શબ્દોમાં કહીએ તો , આ એક પ્રકારની કોમ્પ્યુટર પોગ્રામિંગ લેન્ગવેજ છે કે જે એક એવી Process / procedure( પ્રકિયા ) પ્રદાન કરે છે જેનાથી કોઈપણ પોગ્રામને ખુબજ સારી રીતે લખી શકાય છે .સારી રીતે લખી શકવાને કારણે જ તેને Well Structured Steps કહેવામાં આવે છે અને આજ કારણથી તેને Structured Programming લેન્ગવેજ પણ કહેવામાં આવે છે .
C – લેન્ગવેજ ની વિશેષતા :-
  • Easy To Learn :- C - પોગ્રામિંગ લેન્ગવેજ ના SYNTAX ( વાક્ય રચના ) ખુબજ સહેલી હોય છે અને ખુબ સ્પષ્ટ SYNTAX હોય છે . જેનાથી આ લેન્ગવેજ શીખવી ખુબજ સહેલી હોય છે . જેમ કે , એક નાના બચ્ચાને Alphabets ( A-Z ) એક પછી એક શીખવવામાં આવે છે ,જેથી તે આગળ ચાલીને એક string અથવા શબ્દ બનાવી શકે ,બસ આવીજ રીતે પોગ્રમીંગ લેન્ગવેજમાં પણ નાના-નાના અને આસાન શબ્દોનો ઉપયોગ કરેલો હોય છે . જેનાથી વિદ્યાર્થીને શીખવામાં સરળતા રહે છે .
     
  • C - લેન્ગવેજ એક Robust ( મજબૂત ) લેન્ગવેજ છે કારણકે મોટા પ્રમાણમાં in-built Function અને operators હોય છે જે , કોઈપણ જટિલ (complex) પોગ્રામને લખવામાં સરળ માર્ગ (way ) પ્રોવાઈડ ( પ્રદાન ) કરે છે . 
  • આ એક Portable લેન્ગવેજ છે એટલે કે ,આ પોગ્રામિંગ લેન્ગવેજ માં લખેલા કોડ ( code ) ને તમે આસાનીથી કોઈ બીજા કોમ્પ્યુટરમાં કોઈપણ ફેરફાર વગર ચલાવી શકો છો .
  • આ લેન્ગવેજની મુખ્ય વિશેષતા છે . મતલબ કે આ પોગ્રામિંગ લેન્ગવેજના ઉપયોગથી અગાઉ ઘણીબધી પોગ્રામિંગ લેન્ગવેજ બનાવવામાં આવીચુકી છે .
  • એક C પોગ્રામ ઘણાબધા Function ના collection થી બનેલો હોય છે જેમ કે "C" લાયબ્રેરી ના દ્રારા Supported હોય છે. આમાં તમે પણ પોતાની લાયબ્રેરી પણ બનાવી શકો છો એટલે કે user define લાયબ્રેરી પણ create કરી શકો છો .
  • "C" પોગ્રામ સૌથી વધારે ઉપયોગ થનારી પોગ્રામિંગ લેન્ગવેજ છે . operating system ને ડેવલપ કરવા માટે મોટાભાગે "C" લેન્ગવેજનો જ ઉપયોગ કરાય છે . જેવી કે , Windows , Linux, OXS, Android, IOS
C – લેંગવેજના કેટલાક મહત્વપૂર્ણ તથ્ય :-
  • C - લેંગ્વેજની શોધ UNIX OPERATING SYSTEM ને ડેવલપ કરવા માટે થઇ હતી .
  • આ લેંગ્વેજને આજે સૌથી વધારે પોપ્યુલર પોગ્રામિંગ લેન્ગવેજ છે.
  • આ લેન્ગવેજ B LANGUAGE ની અનુગામી છે .
  • જે કોઈ પણ સોફ્ટવેર બને છે તેમાં ' C ' લેન્ગવેજના CONCEPT (તર્ક) નો ઉપયોગ થાય છે.
  • UNIX OPERATING SYSTEM TOTALLY 'C' પ્રોગ્રામિંગ લેન્ગવેજમાં બનાવેલી છે.
  • લગભગ દરેક પ્રોગ્રામિંગ લેન્ગવેજને ડેવલપ કરવા માટે 'C' લેંગવેજની મદદ લીધી હોય છે મતલબ કે દરેક પ્રોગ્રામિંગ લેન્ગવેજમાં 'C' પ્રોગ્રામિંગ લેન્ગવેજના SYNTEX ને INHERIT (ઉત્તરદાયી) કર્યા છે.
  • LINUX OS અને RDBMS MYSQL 'C' લેંગ્વેજમાં લખાયેલ છે.
  • 'C' LOW LEVEL LANGUAGE અને HIGH LEVEL LANGUAGE બન્નેની વિશેષતાઓનો સમાવેશ કરે છે એટલા માટે તેને MIDDLE LEVEL LANGUAGE કહેવામાં આવે છે.
  • 'C' LOW LEVEL LANGUAGE અને HIGH LEVEL LANGUAGE બન્નેની વિશેષતાઓનો સમાવેશ કરે છે એટલા માટે તેને MIDDLE LEVEL LANGUAGE કહેવામાં આવે છે.
C – LANGUAGE નો ઇતિહાસ :-
           C પ્રોગ્રામિંગ લેન્ગવેજને ઇસ : ૧૯૭૨ માં AT & T BELL LABORATORY માં DENNIS RITCHIE ના દ્વારા UNIX OPERATING SYSTEM ને ડિઝાઇન કરવા માટે ડેવલપ કરવામાં આવી હતી. આ BELL LABORATORY USA માં આવેલી છે.
           આ પ્રોગ્રામિંગ લેન્ગવેજને B, BCPL જેવી પ્રોગ્રામિંગ લેન્ગવેજમાં થતી સમસ્યા ઓને દૂર કરવા માટે ડેવલપ કરવામાં આવી હતી.
C – Language શા માટે શીખવી જરૂરી છે ?
જો તમે એક સારા સોફ્ટવેર પોગ્રામર બનવા માંગો છો તો , તેમાં અગત્યની વાત હોય તો તે છે , Coding. કારણકે જોબ માટેના ઇન્ટરવ્યૂમાં તમને થિયરી પ્રશ્નોની સાથે સાથે Code લખવાનું પણ પૂછી શકે છે . ઈન્ટરવ્યું દરમ્યાન પોગ્રામિંગ વિષે પરફેક્ટ નોલેજ નહિ હોય તો , તમે ઇન્ટરવ્યૂમાં આગળ નહિ વધી શકો .આમ પ્રાથમિક રીતે આવા ઇન્ટરવ્યૂમાં બેઝિક પોગ્રામિંગ લેન્ગવેજ જેવા કે C, C++ ના રેફરન્સમાં સવાલ પૂછી શકે છે .
સારાંશ :-
C – લેન્ગવેજ એ દરેક પોગ્રામિંગ લેંગ્વેજની basic language છે . જો તમે સોફ્ટવેર પોગ્રામિંગના ક્ષેત્ર માં પ્રવેશવા માંગતા હો તો ,સૌપ્રથમ તમારે C – language શીખવી પડશે . જો તમે c – લેન્ગવેજશીખ્યા વગર કોઈ બીજા પોગ્રામિંગ શીખો છો તો ,તે તમારા માટે થોડું મુશ્કેલી ભરેલું રહેશે . કારણ કે કોઈ વિદ્યાર્થી alphabets નો એક એક અક્ષર ને શીખ્યા વગર શબ્દ બનાવી નથી શકતો તેજ પ્રમાણે C – લેન્ગવેજ શીખ્યા વગર આગળની પોગ્રામિંગ લેન્ગવેજ સારી રીતે શીખી શકતો નથી.
           હવે કોઈ વખતે એવા કોઈ લોકો કહે છે કે ,તમે c –લેન્ગવેજ શીખ્યા વગર પણ બીજી લેન્ગવેજ શીખી શકો છો તો , તમે પોતેજ અનુમાન લગાવી શકો છો કે ,જે પ્રમાણે એક અભણ વ્યક્તિ બોલી શકે છે એટલે કે અભ્યાસ કર્યા વગર પણ બોલી શકે છે અને જે ભણેલો વ્યક્તિ છે તે પણ બોલી શકે છે પણ બંનેમાં તફાવત એ છે કે ભણેલો વ્યક્તિ સંજોગોને હિસાબે અલગ અલગ રીતે બોલી શકે છે જયારે અભણ વ્યક્તિ એક જ રીતે હંમેશા વાત કરી શકે છે.
ABC કોમ્પ્યુટર એજ્યુકેશન, ગંગા જમુના કોમ્પલેક્ષ, કતારગામ પોલીસ સ્ટેશનની પાછળ, કતારગામ, સુરત.