Advance Web Designing

webd
  • વેબ ડિઝાઇનિંગ શું છે ? 
વેબ ડિઝાઇનિંગ આજની દુનિયા માટે નવુ નથી. આજના આઇટી ઉધોગનો આ એક પ્રકારનો ભાગ છે.વેબ ડિઝાઇનિંગ એ વેબસાઇટની યોગ્ય રચના અને આયોજન છે. વેબ ડિઝાઇનિંગ વેબસાઇટ નો વિકાસ કરવા માટેની એક પ્રક્રિયા સાથે કામ કરે છે. વેબ ડિઝાઇનર વેબપેજ બનાવવા માટે ફોટા, શબ્દો HTML5, CSS3, માહિતી નું પધ્ધતિ સરનું માળખું અથવા રચના, રંગો, અક્ષરો અને અન્ય આંતરિક અથવા પારસ્પરીક અસર કરનાર ઘટકો નો ઉપયોગ કરે છે. તે પ્રેઝન્ટેશની કલા દર્શાવે છે.
જ્યારે આપણે વેબ ડિઝાઇનર તરીકે કારકિર્દી (કરિયર) પસંદ કરવાનું શરૂ કરીએ છીએ, ત્યારે કેટલાક પ્રશ્નો આપણાં ધ્યાન આવે છે.
તમે વેબ ડિઝાઇનર કેવી રીતે બનો છો ?
આ ક્ષેત્રમાં જરૂરી માહિતી મેળવ્યા બાદ, તમને નવાઈ લાગશે કે “હું વેબ ડિઝાઇનર કેવી રીતે બની શકુ છું” તમારી બધી જ શંકાઓ અને મુઝવણો માટે અહી આ જવાબ છે.
વિવિધ ઓછા અથવા ટુંકા સમયગાળાનાં અભ્યાસક્રમો છે. જે વેબ ડિઝાઇનર બનવામાટે ઉપયોગી નિવડે છે. અથવા તેને અનુસરી શકાય છે. તેનો ઉપયોગ કરી શકાય છે. 

લાયકાત અને પ્રવેશ :- જો તમે વેબ ડિઝાઇનર નાં (કરિયર / કારકિર્દી) માટે જવાનું વિચારી રહ્યાં છો. તો તમે આ કોર્ષ ધોરણ 12 પછી શરૂ કરી શકો છો. વિવિધ સંસ્થાઓમાં વહેલા તે પહેલા નાં ધોરણે પ્રવેશ આપવામાં આવે છે.

વેબ ડિઝાઇનિંગમાં કરિયર (કારકિર્દી) અને નોકરીની તકો :-

વેબ ડિઝાઇનર નાં (અવકાશ, ક્ષેત્ર અથવા તકો)

સોફટવેર ઉદ્યોગમાં :- દરેક નાની – મોટી સોફ્ટવેર કંપનીમાં વેબ ડિઝાઇનરની જરૂરિયાત હોય છે. કારણ કે દરેક કંપની ને પોતાની વેબસાઇટના મેન્ટનન્સ માટે તેમજ વેબસાઇટમાં નાના મોટા ફેરફાર કરવા માટે એક સારા વેબ ડિઝાઇનરની જરૂરિયાત કાયમ માટે રહે છે.  આ ઉપરાંત વેબસાઇટ બનાવતી કંપનીને તેમના કલાયન્ટની વેબસાઇટ કે વેબ પેજમાં માર્કેટમાંની જરૂરિયાત મુજબના ફેરફાર કરવા માટે અથવા વેબ પેજ તેમજ વેબસાઇટ ને અપડેટ કરવા માટે વેબ ડિઝાઇનરની કાયમી જરૂરિયાત રહે છે. 

વેબ ડિઝાઇનિંગ કોર્સ નો અભ્યાસક્રમ :- 

વેબડિઝાઇનર તરીકે તમે કેવી રીતે કેરીયર (કારકિર્દી) ની શરૂઆત કરી શકો છો?

(1) ફુલ ટાઈમ જોબ

(2) કોન્ટ્રાકટ બેઇઝ જોબ

(3) ફ્રીલાન્સર (સ્વતંત્ર વ્યવસાય અને તે પણ માત્ર નજીવા રોકાણમાં)

તમે વેબ ડિઝાઇન ના કોર્ષ કરવા માટે તૈયાર છે, તો તમે અમારી સંસ્થાની રૂબરૂ મુલાકાત માટે મળો  

ABC કોમ્પ્યુટર એજ્યુકેશન, ગંગા જમુના કોમ્પલેક્ષ, કતારગામ પોલીસ સ્ટેશનની પાછળ, કતારગામ, સુરત.